T20 વર્લ્ડકપ જીત્યા બાદ ટોચ પર રહેલી ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ શ્રેણીમાં
પાકિસ્તાન સામે ટકરાશે. આ માટે ઈંગ્લિશ ખેલાડીઓ રવિવારે વહેલી સવારે
પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા 17 વર્ષમાં
ઇંગ્લેન્ડના ક્રિકેટરો ટેસ્ટ મેચ માટે પાકિસ્તાન આવ્યા હોય તેવી આ પહેલી ઘટના
છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ છેલ્લે 2005માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.
ત્યારથી ઈંગ્લેન્ડની ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન પ્રવાસથી દૂર રહી છે.
બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી ઇંગ્લેન્ડમાં અને વૈકલ્પિક સ્થળોએ યોજાતી
રહે છે. આ ક્ષણે, ઇંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી ઇસ્લામાબાદની
બાજુમાં આવેલા રાવલપિંડીમાં રમાશે. સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કરશે.
બીજી ટેસ્ટ 9 થી 13 ડિસેમ્બર દરમિયાન મુલતાનમાં રમાશે જ્યારે અંતિમ ટેસ્ટ 17
થી 21 ડિસેમ્બર દરમિયાન કરાચીમાં રમાશે. તે પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ ખતમ થઈ જશે.