ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માની ઈજાને કારણે
ટીમમાં ચિંતાનો માહોલ છે. મંગળવારે નેટ પ્રેક્ટિસના ભાગરૂપે, થ્રોડાઉન નિષ્ણાત
રઘુ દ્વારા ફેંકવામાં આવેલો એક બોલ સીધો આવ્યો અને જમણા કાંડાની ઉપરના હાથ પર
રોહિતને જોરથી વાગ્યો. આ જોઈને રોહિત ભાંગી પડ્યો હતો. બોલ રોહિતને વાગ્યો
હોવાની જાણ થતાં જ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મામ્બ્રે, ફિઝિયો
કમલેશ જૈન અને ટીમના ડૉક્ટર રોહિતની પાસે પહોંચ્યા હતા. પ્રેક્ટિસ પછી, રોહિતે
દર્દ પર આઈસ પેક મૂક્યો અને લગભગ 40 મિનિટ સુધી બેસી રહ્યો. જોકે, ટીમના
સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે પાછળથી પ્રેક્ટિસ ફરી શરૂ કરી હતી અને તેની
ઈજાને કારણે સીટી સ્કેન કે એક્સ-રેની જરૂર નહોતી.

રોહિતનો રઘુ પર ગુસ્સો?
અહેવાલ છે કે રોહિત શર્મા થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુથી નારાજ છે જેના કારણે
તેની ઈજા થઈ હતી. વિશ્વના સર્વશ્રેષ્ઠ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા
રઘુ રાઘવેન્દ્ર રોહિતને ઇજા પહોંચાડ્યા બાદ લાંબા સમય સુધી ડ્રેસિંગ રૂમમાંથી
બહાર આવ્યા ન હતા. રઘુ લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે જે
ઓસ્ટ્રેલિયાની ઝડપી અને ઉછાળવાળી પીચો પર ઘણી વખત ખતરનાક બની શકે છે.