શ્રીલંકાએ T20 વર્લ્ડ કપની સુપર-12 ગ્રુપ-1ની મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી. અફઘાનિસ્તાને 145 રનના ટાર્ગેટનો પીછો 18.3 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને કરી લીધો હતો. ધનંજય ડી’સિલ્વાએ 42 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિકેટ કીપર કુશલ મેન્ડિસે 25 રન, ચરિત અસલંકાએ 19 રન અને ભાનુકા રાજપક્ષે 18 રન બનાવ્યા હતા. અફઘાન બોલરોમાં મુજીબુર રહેમાન અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી.
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન ગુરબાઝે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. ઉસ્માન ગનીએ 27, ઈબ્રાહિમ ઝરદાને 22, નજીબુલ્લાએ 18, ગુલબદીને 12 અને કેપ્ટન નબીએ 13 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બોલરોમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ હસરંગાએ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે લાહિરુ કુમારાએ બે વિકેટ લીધી હતી. આ જીત સાથે શ્રીલંકા ગ્રુપ-1માં 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પરાજિત અફઘાનિસ્તાન 2 પોઈન્ટ સાથે તળિયે છે.