લખનઉઃ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં બુધવારે સવારે એક જીવલેણ માર્ગ અકસ્માત
સર્જાયો હતો. ટપ્પે સીપા પાસે ખોટા રૂટ પર પુરપાટ ઝડપે આવતી ટ્રક બસ સાથે
અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 15 લોકો ગંભીર
રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામને સ્થાનિક હોસ્પિટલમાં
ખસેડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બસ જયપુરથી બહરાઈચ જઈ રહી હતી. અકસ્માતનું
કારણ ટ્રક ચાલકની બેદરકારી હોવાની આશંકા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ
દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના.
અધિકારીઓને ઘાયલોને વધુ સારી સારવાર આપવા માટે પગલાં લેવાનો નિર્દેશ આપવામાં
આવ્યો હતો.