સામાન્ય ચૂંટણીના પગલે હિમાચલ પ્રદેશમાં ભાજપ વતી ચૂંટણી પ્રચારમાં ઉતરેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે ટીકા કરી હતી કે પાર્ટી માત્ર દેશની સુરક્ષાની વિરુદ્ધ નથી પરંતુ દેશના
વિકાસની પણ વિરુદ્ધ છે. હિમાચલના મંડી અને સોલનમાં પ્રથમ ચૂંટણી રેલીમાં બોલતા
વડા પ્રધાને કેન્દ્રમાં કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા સંરક્ષણ કરારોનો મુદ્દો
ઉઠાવ્યો હતો. તેમણે કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવ્યો કે તે દરેક સોદામાં
હંમેશા “કમિશન માંગે છે” જેના કારણે શસ્ત્રોની ખરીદીમાં વિલંબ થાય છે. આઝાદી
બાદ દેશમાં સંરક્ષણ ક્ષેત્રે પ્રથમ કૌભાંડ કોંગ્રેસે આચર્યું હતું.ત્યારથી
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સરકાર પર સંરક્ષણ કોન્ટ્રાક્ટમાં અનેક ગોટાળા કરવાનો
આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય નથી ઈચ્છતી કે દેશનો
વિકાસ થાય. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પાર્ટી દરેક સંરક્ષણ સોદામાં
કમિશન મેળવવા અને પાર્ટીના પોતાના નેતાઓનું ફંડ ભરવા માંગે છે.