ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ
બનાવ્યું છે. આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને હથિયારો જપ્ત કરવામાં
આવ્યા છે. બાંદીપોરા જિલ્લામાં લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓ અને એક મહિલા
સહાયક સહિત અન્ય બેની અટકાયત કરવામાં આવી હતી. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના
આ સંયુક્ત ઓપરેશનથી મોટા આતંકી હુમલાની યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી.
સુરક્ષા દળોએ લશ્કરના આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો
જપ્ત કર્યો છે. તેમજ ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમરાન માજિદ મીર ઝફર,
સુરયા રશીદ વાની ઉર્ફે સેંટી ઉર્ફે તાબીશ તરીકે થઈ છે. આ બંને સ્થાનિક પણ છે.
દરમિયાન, પ્રારંભિક તપાસમાં એવું તારણ નીકળ્યું હતું કે આ આતંકી કાવતરું
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કરી કમાન્ડર બાબર ઉર્ફે સમામા દ્વારા હાથ
ધરવામાં આવ્યું હતું. તેઓ અત્યંત ભીડવાળા વિસ્તારોમાં બોમ્બ હુમલા કરવાની
યોજના ઘડી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.