કાઠમંડુઃ વડાપ્રધાન શેર બહાદુર દેવબા (77) નેપાળની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ
પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારે બહુમતીથી જીત મેળવી છે. દેવબા છેલ્લી સાત
ચૂંટણીમાં સતત જીત્યા છે. હાલમાં તેઓ પાંચમી વખત વડાપ્રધાન પદ સંભાળી રહ્યા
છે. સંસદના નીચલા ગૃહ અને સાત રાજ્યોની વિધાનસભા માટે રવિવારે યોજાયેલી
ચૂંટણીના સંદર્ભમાં મત ગણતરી ચાલી રહી છે. સત્તાધારી નેપાળી કોંગ્રેસ અને તેના
સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (CPN)-માઓવાદી, CPN-યુનાઈટેડ સોશિયાલિસ્ટ
અને લોકતાંત્રિક સમાજવાદી પક્ષો 81 બેઠકો પર આગળ છે. CPN-UML, તેના સાથી પક્ષો
રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી અને જનતા સમાજવાદી પાર્ટી 55 બેઠકો પર આગળ છે.
275 બેઠકો ધરાવતી નેપાળી સંસદમાં 165 બેઠકો માટે સીધી ચૂંટણી યોજાશે. બાકીની
110 બેઠકો પર પ્રમાણસર ચૂંટણી થશે.