પોલેન્ડે મંગળવારે કહ્યું કે તેના દેશમાં બે રશિયન નિર્મિત મિસાઇલો પડી છે.
જેના કારણે પોલેન્ડના બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. G-20 મીટિંગ વચ્ચે
પોલેન્ડનો આરોપ ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વધારે છે. નાટોના સભ્ય પોલેન્ડ પર
મિસાઈલ છોડવામાં આવી હોવાના આક્ષેપોથી વિશ્વના દેશો ચોંકી ઉઠ્યા હતા. હવે
રશિયાએ પોલેન્ડના સવાલોના જવાબ આપવા પડશે. આ દરમિયાન, જી-20 સમિટમાં હાજર
રહેલા યુએસ પ્રમુખ જો બિડેને તરત જ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જોકે, રશિયાએ
પોલેન્ડ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે સ્પષ્ટ કર્યું
કે તે એક ષડયંત્રનો ભાગ હતો અને તેણે મિસાઇલો છોડાવી ન હતી.