બે શખ્સો દ્વારા 15 હજાર યુએસ ડોલરની છેતરપિંડી કરનાર એક વ્યક્તિનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું. 62 વર્ષીય ઈરાકી નાગરિક અબ્બાસને આ અઠવાડિયે ગુડગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ 24 ઓક્ટોબરની વહેલી સવારે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. અધિકારીઓએ ઈરાકી દૂતાવાસના અધિકારીઓની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે અબ્બાસે તેની અને તેની પત્ની સાથે છેતરપિંડી કરનારા બે વ્યક્તિઓનો પીછો કર્યો હતો, ત્યારબાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેનું મોત નીપજ્યું.