નવી દિલ્હીઃ અમેરિકાના વિઝા માટે રાહ જોવાનો સમય દિવસેને દિવસે વધી રહ્યો છે.
યુએસ બિઝનેસ (B-1) અને ટૂરિસ્ટ (B-2) વિઝા માટે રાહ જોવાનો સમય પ્રથમ વખત 1000
દિવસ સુધી પહોંચી ગયો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અહેવાલ આપ્યો છે કે હવે
યુએસ વિઝા માટે અરજી કરનારા ભારતીયોને 2025 સુધીમાં ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં
આવશે. દિલ્હીમાં યુએસ એમ્બેસીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈના
રહેવાસીઓએ 999 દિવસ, હૈદરાબાદના રહેવાસીઓને 994 દિવસ, દિલ્હીના રહેવાસીઓને 961
દિવસ, ચેન્નાઈના રહેવાસીઓને 948 દિવસ અને કોલકાતાના રહેવાસીઓને 904 દિવસ રાહ
જોવી પડશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કર્યું કે જો કોઈ વ્યક્તિ તાકીદે
અમેરિકા જવા માંગે છે, જો તેઓ કારણ બતાવશે તો તેમને તરત જ એપોઈન્ટમેન્ટ
આપવામાં આવશે. હાલમાં, અમેરિકન કોલેજોમાં પ્રવેશ સાથે, વિદ્યાર્થી વિઝા આપવાને
પ્રાથમિકતા આપવામાં આવે છે, અને અન્ય વિઝા માટે રાહ જોવાનો સમયગાળો વધ્યો છે.