ઈઝરાયેલમાં ત્રણ વર્ષથી ચાલી રહેલી રાજકીય મડાગાંઠનો અંત આવ્યો છે. પૂર્વ પીએમ નેતન્યાહુ ફરી એકવાર વડાપ્રધાન પદ સંભાળશે. મંગળવારની સામાન્ય ચૂંટણીમાં તેમની આગેવાની હેઠળના જમણેરી ગઠબંધનને 64 બેઠકો મળી હતી. અધિકારીઓએ જાહેરાત કરી કે નેતન્યાહુ જીત્યા છે. નેતન્યાહુ ઈઝરાયેલના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓ ફરી એકવાર વડાપ્રધાનની ગાદી પર બિરાજશે. ઈઝરાયેલની સંસદમાં કુલ 120 બેઠકો છે. જેમાં 62 સીટો જીતનાર પાર્ટી સત્તા સંભાળશે. આ સાથે 73 વર્ષના નેતન્યાહુની આગેવાની હેઠળના ગઠબંધને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી મેળવી લીધી. તેમના નેતૃત્વમાં લિકુડ પાર્ટીએ પોતાના દમ પર 32 બેઠકો જીતી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં ચાર વર્ષમાં પાંચમી વખત સામાન્ય ચૂંટણી યોજાઈ છે.