અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં સ્થિત સૌથી મોટા હિન્દુ મંદિર ‘શ્રી વેંકટેશ્વર મંદિર’માં એક દુર્લભ નજારો જોવા મળ્યો છે. ન્યૂયોર્કઃ અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના સૌથી મોટા હિન્દુ મંદિર ‘શ્રી વેંકટેશ્વર મંદિર’માં એક દુર્લભ નજારો જોવા મળ્યો છે. અહીં બનેલ 87 ફૂટ વિશાળ ગોપુરમનું આ મહિનાની 24 તારીખે દિવાળીના અવસર પર અનાવરણ કરવામાં આવ્યું હતું. ગવર્નર ગેરી કૂપરે ‘ટાવર ઓફ યુનિટી એન્ડ પ્રોસ્પેરિટી’ નામની આ ઈમારતનું ઉદ્ઘાટન કર્યું. મંદિરના ટ્રસ્ટી મંડળના જનરલ સેક્રેટરી લક્ષ્મીનારાયણ શ્રીનિવાસને જણાવ્યું હતું કે ‘રોયલ ગેટવે ટુ ગોડ’ કહેવાતા આ ગોપુરમનું નિર્માણ કાર્ય 2020માં શરૂ થઈ ગયું છે. મંદિરના અધ્યક્ષ રાજ થોટાકુરાએ જણાવ્યું હતું કે આ ગોપુરમ ભગવાનના ચરણોનું પ્રતિક છે અને આ ગોપુરમમાં ભક્તો ભગવાન સમક્ષ પ્રણામ કરે છે અને પોતાના દુ:ખને પાછળ છોડીને રાજા ગોપુરમ દ્વારા મંદિરમાં પ્રવેશ કરે છે. તેના નિર્માણ માટે 5 હજારથી વધુ હિન્દુઓએ 25 લાખ ડોલરનું યોગદાન આપ્યું હતું