નવી દિલ્હીઃ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી હાલમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. આ રિપોર્ટ સ્વિટ્ઝર્લેન્ડની ‘IQAIR’ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. દિલ્હી બાદ પાકિસ્તાનનું લાહોર શહેર આ યાદીમાં સામેલ થયું છે. વર્લ્ડ ACI વેબસાઈટ અનુસાર, સૌથી વધુ પ્રદૂષિત શહેરો ધરાવતા દેશ તરીકે કતાર પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ભારતનો ક્રમ આવે છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ એટમોસ્ફેરિક એસેસમેન્ટ એન્ડ રિસર્ચ (SAFAR) એ જણાવ્યું હતું કે દિલ્હીમાં પાક કચરો બાળવાથી પ્રદૂષણ હાલમાં 2-3 ટકા છે, પરંતુ ગયા વર્ષે તે 15 ટકા જેટલું ઊંચું હતું. PM 2.5 નું પ્રદૂષણ સ્તર હાલમાં દક્ષિણ દિલ્હીમાં ગ્રેટર કૈલાશ નજીક 400 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સલામત રેન્જ પાંચ માઇક્રોગ્રામ કરતાં 80 ગણી વધારે છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ છે. ફટાકડા ફોડવાથી તેમજ પાકના કચરાને બાળવાથી ઉત્સર્જન પ્રદૂષણના જોખમી સ્તરનું કારણ બની રહ્યું છે, એમ અહેવાલમાં જણાવાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે IQAIR રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી. તેમણે ટ્વીટ કર્યું કે દિલ્હી એશિયાના દસ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી, પરંતુ ભારતના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં તે આઠમા સ્થાને છે.