ઈન્ડોનેશિયાના નોર્થ જકાર્તા ઈસ્લામિક સેન્ટરની ગ્રાન્ડ મસ્જિદમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં મસ્જિદનો મોટો ગુંબજ ધરાશાયી થયો હતો. ઈસ્લામિક સેન્ટરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આગ ફેલાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. તૂટી પડતા પહેલા મસ્જિદના ગુંબજમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મસ્જિદ જકાર્તા ઈસ્લામિક સેન્ટરના બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં આવેલી છે. પોલીસે કહ્યું કે તેઓ ઘટનાના કારણની તપાસ કરી રહ્યા છે અને મસ્જિદના નવીનીકરણ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટ કંપનીના ચાર કામદારોની પૂછપરછ કરી છે.
સ્ત્રોત: ઇન્ડિયા ટુડે